STORYMIRROR

Vijita Panchal

Inspirational

4  

Vijita Panchal

Inspirational

માનવી

માનવી

1 min
382

ભૂલ્યો હું પંથ ભૂલ્યો હું ઓટલો,

સફરમાં નીકળ્યો છું માનવી હું એકલો !


કાંટા છે ઘણાં કાદવ છે ઘણાં,

મંઝિલ દૂર છે ચાલતો હું એકલો !


સરિતાને સમાવવા તરસે છે દરિયો,

વહીને તણાયો આગળ હું એકલો !


કિનારો નથી હોતો ક્યાંય જીવનનો,

ક્ષિતિજની પેલે પાર પહોંચ્યો હું એકલો !


નથી ખબર મને ક્યાં હશે વિસામો,

મન સાથે મેળાપ કરી હસ્યો હું એકલો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational