માણસાઈ વિના
માણસાઈ વિના
યાંત્રિકમાનવની અણસાર માણસાઈ વિના.
ખાલી મનુષ્ય તણો આકાર માણસાઈ વિના.
હરિફાઈમાં હોય પશુ સાથે એવી દુનિયામાં,
ધરા પર બની રહેતાં એ ભાર માણસાઈ વિના.
પેટ તો પશુપંખીને જીવજંતુ પણ ભરનારાં,
એળે જાય માનવ અવતાર માણસાઈ વિના.
શું પડે ફરક પછી જડને ચેતનમાં જગતમાં,
થાય માનવતાની પછી હાર માણસાઈ વિના.
માણસ તો હોય સ્નેહઝરણ ઉરથી જીવનારો,
આપે છે માનવતાને પડકાર માણસાઈ વિના.
