STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

માણસ છીએ

માણસ છીએ

1 min
63

છીએ માનવ, માનવતાની જ્યોત જલાવવી જરુરી,

છીએ માનવ, સરળતા દરેક વર્તનમાં લાવવી જરુરી.


મંદિરમાં બેઠો ઈશ પોતે શક્તિશાળી છેજ હંમેશાંને,

છીએ માનવ, આત્મીયતા આચરણે આવવી જરુરી.


નિરાશાને દઈએ દેશવટોને દીપ આશાતણો પ્રજાળી,

છીએ માનવ, પારસ્પરિકતા ડગલામાં દેખાવી જરુરી.


જનસેવામાં પ્રભુસેવા આપોઆપ થતી સમજવાની,

છીએ માનવ, ૠજુતા વ્યવહારમાં પ્રગટવી જરુરી.


સંપ, સહકાર, ત્યાગને શીલના બળ પામી જઈએને,

છીએ માનવ, ઉદારતા સર્વની સાથે આચરવી જરુરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational