STORYMIRROR

Pratima Sonpar

Children Others

2  

Pratima Sonpar

Children Others

માની મમતા

માની મમતા

1 min
14.5K


'મા'ના કુખેથી મળ્યા પોષણને સંસ્કાર,
'મા'ના મુખેથી વહેતો રહેતો 'ખમ્મા'નો પોકાર.
 
'મા' શબ્દ બોલતા બે હોઠ મળે સ્નેહથી,
'મા'ની નજર ફરતી રહે બાળકો પર પ્રેમથી.
 
હુંફાળો એનો સ્પર્શ આહલાદ્ક શીતળતા બક્ષતો,
માનું હૃદય ધબકે પોતાના વહાલસોયા માટેતો.
 
જનેતાની ઉપસ્થિતિ ઘરને જીવંત સઘળું બનાવતી,
જનેતાની અનુપસ્થિતિ ઘરમાં જડ, વેરાન ભાસતી.
 
માડીના ઉપકાર મુજ પર અનન્ય ને અગણિત છે,
માડીની સેવા, સન્માન એ જ ચારધામની યાત્રા છે.
 
દેવો ને દાનવો પણ નત મસ્તકે વંદે છે માતને,
તો હું શીદને દોડું છું ,ચાહું છું પરાયાની વાતને.
 
મારી મા વિના સુનો છે સંસાર,
મારી મા વિના આ સૃષ્ટિ છે અસાર.
 
હું બાર માસની ને તું ફાની દુનિયા છોડી ગઈ,
ચહેરો નથી યાદ પણ યાદ તાજી રાખી ગઈ.


Rate this content
Log in

More gujarati poem from Pratima Sonpar

Similar gujarati poem from Children