STORYMIRROR

Ajit Chavda

Classics

4  

Ajit Chavda

Classics

માધવ મારે મિત્ર છે

માધવ મારે મિત્ર છે

1 min
379

મુસાફર બન્યો છું હું લાગણીના સથવારે,

એટલે જ તો મૈત્રી છે મારે માધવ કેરા દ્વારે.

કે માધવ મારે મિત્ર છે.


લે હાલ..! કહું વાત માધવના સખાપણાંની,

છે સૌથી ન્યારી યારી અમારી આ દુનિયાની.

કે માધવ મારે મિત્ર છે.


સૌ ઉજવે છે આજનો દિવસ મિત્રતાના નામે,

અમારે તો વર્ષો જૂના સંબંધ છે એક જ સરનામે.

કે માધવ મારે મિત્ર છે.


બની મીરાંના મોહન આવે છે મારે સંગ,

રાધા કેરા માધવ થઈને સદા રહે છે સંગ.

કે માધવ મારે મિત્ર છે.


કામણ પાથરે છે કંઈક એવા મુજ પર,

સદા અંતર મનમાં છવાઈ રહે છે મુજ પર.

કે માધવ મારે મિત્ર છે.


બંસરીના સૂર સંગે લઈ જાય છે સઘળાં દુઃખ,

પંજરીના પ્રસાદ રૂપે આપી જાય છે સૌને સુખ.

કે માધવ મારે મિત્ર છે.


દ્રૌપદીના ચીર સમા પૂરે છે જીવનમાં પળ,

મીરાંના કટોરા માફક લઈ જાય છે અઘરા પળ.

કે માધવ મારે મિત્ર છે.


શ્રદ્ધા, વિશ્વાસ'ને પ્રેમના પતીજે છે આ સંબંધ

મજબૂત અમારો આ સંગાથ રહેશે આમ જ અકબંધ.

કે માધવ મારે મિત્ર છે.


વાંસળીના સૂર સમા 'અજીજ' છે રાધાના માધવ,

જીવનના સૂરે 'અજીજ' બની રહેશે રાધાના માધવ.

કે માધવ મારે મિત્ર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics