મા
મા
ઉભી રહી જાય છે મારી કલમ,
યાદ કરૂં જયારે તારા કરમ...
નાનેથી જોતા આવ્યા અમે તારા ત્યાગ,
જેનાથી થયા અમે જીવન પ્રત્યે સજાગ.
ઇશ્વર પ્રત્યેની તારી અતૂટ શ્રદ્ધા,
જોતાં થયા મોટા ના રહી ખબર સુધ્ધાં !
તારો અમારા પરનો અતૂટ વિશ્વાસ,
મા ! કદી ના તુટે તારો આત્મવિશ્વાસ.
કમાવીએ અમે નામ એવું તારૂ કહેણ,
નહી જવા દઇએ તારા શબ્દોના વહેણ.
ડગલે ને પગલે આશીર્વાદ વરસે,
તારો પ્રેમ જ સાચો રસ્તો કેડસે.
