STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

મા તું હશે

મા તું હશે

1 min
11.8K


પ્રેમ પાથરનાર હે 'મા' તું હશે,

હેત પારાવાર હે 'મા' તું હશે,


આપદા ટળતી બધી 'મા' આશિષે,

બાળને રક્ષનાર હે 'મા' તું હશે,


આવતો આનંદ જોતાંને ખુશી,

જગ તણો આધાર હે 'મા' તું હશે,


વાંક મારા હોય જે તું સાંખતી,

માફ એ કરનાર હે 'મા' તું હશે,


હોય ઉપકારો બધાએ કેટલા !

તોય ના ગણનાર હે 'મા' તું હશે.


Rate this content
Log in