STORYMIRROR

nidhi nihan

Inspirational Others

4  

nidhi nihan

Inspirational Others

મા ની મહિમા

મા ની મહિમા

1 min
23.7K

બા કહો મા કહો ભલે કહો એને મમ્મી

વાત્સલ્ય વિરડીમા ના આવે ઓટ કદી,


સંતાનોની સફળતા કાજ પત્થરોય પૂજતી

એક મા જ છે જે રાખે બાધાને આખડી,


વસતા હો ભલેને વિદેશ દિકરો કે દીકરી

પળેપળ ચિંતાતુર રહેતી એ માવલડી,


હોય ચાર દિવાલોની અંદર જ મા રહેતી

આવી પડે વિપદા સાહસ અનેક ખેડતી,


હોય ના જે ઘર પરીવારમાં માની હયાતી

એમનું જીવન છે અમાસની અંધારી રાતડી,


અગણિત ઉપકાર કર્યા મા બાળપણ સીંચી

દઝાડશો ના ક્યારેય એ મા ની આંતરડી,


ચાલતા શિખવ્યુ જે મા એ પકડીને આંગળી

બની શકાય તો બનજો વૃધ્ધાવસ્થાની લાકડી,


કરશો સેવા ચાકરી તો ઠરશે મા ની આંતરડી

માતૃઆશિષથી નથી મોટી કોઈ દૈવત્ય શક્તિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational