STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

લગ્નનું બંધન,

લગ્નનું બંધન,

1 min
279

લગ્નના બંધનમાં કોઇ શરત હોતી નથી,

નકામી કંઇ પણ વળી મમત હોતી નથી,


વિશ્વાસ એકબીજા પર અખૂટ હોય જો,

કોઇ પણ વાત પછી અંગત હોતી નથી,


આત્માથી આત્માનું જ્યાં મિલન હોય,

હેતની કદી ત્યાં પછી અછત હોતી નથી,


નિર્મળ મન હોય તો જમાનાનો કશો ડર ના,

છેતરવાની કોઇને આમાં આદત હોતી નથી,


ગમે તેટલી આવે અડચણો રાહમાં ભલે,

લડી લેશે સદા એ, કોઇ આફત હોતી નથી,


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational