લાગણીનું વહેણ
લાગણીનું વહેણ
સમય સાથે લાગણીનું વહેણ બદલાતું રહ્યું,
બચપણ માં હતું એ માતપિતા માટે સીમિત,
યૌવન આવતા આવતા મિત્રો તરફ વળી ગયું,
મિત્રો સાથે મોજ પડી લાગણીનું વહેણ તેના તરફ ફરી ગયું,
સમય સાથે સંબંધો અને લાગણીનું વહેણ બદલાતું ગયું,
મળી હૂંફ અને પ્રેરણા તો પતિ અને બાળકો તરફ લાગણીનું વહેણ ફરી ગયું,
સમય સાથે લાગણીનું વહેણ બદલાતું ગયું,
માતા બનતા તો ફક્ત સ્નેહનું ઝરણું બાળકો માટે વહેતું રહ્યું,
સમય સાથે લાગણીનું વહેણ બદલાતું ગયું,
ક્યાંક કોક આપી ગયું સ્નેહનું ઝરણું,
તો કોક આપી ગયું દર્દની સૌગાદ,
તો કોઈક આપી ગયું હસી ખુશીની ભેટ,
કોઈ આપી ગયું જીવનભર યાદોની ભેટ,
કોઈ આપી ગયું સ્નેહની સૌગાદ,
સમય સાથે લાગણીનું વહેણ બદલાતું ગયું,
નીત નવી સોગાદો આપતું રહ્યું.
