લાગણી ખીલી છે
લાગણી ખીલી છે
કોકિલા કુંજ આમ્રફળને વળી છે,
ફાગણીયાની માદકતા હિલ્લોળે ચડી છે,
મોસમનો ઉન્માદ પ્રકૃતિ ઘેલી થઈ છે,
અવર્ણનીય મોસમ હિલ્લોળે ચડી છે,
ક્ષિતિજે કેવી લાગણી ખીલી છે,
જોઈ સંધ્યા કેવી હિલ્લોળે ચડી છે,
લવ પરોવી આ દ્રશ્ય અવર્ણનીય છે,
અદ્ભૂત ધરણી હિલ્લોળે ચડી છે,
ન જા છોડી આમ, મોસમ મસ્ત છે,
રાહી, રત આજ હિલ્લોળે ચડી છે.

