STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

લાગે સખી

લાગે સખી

1 min
414

આજે તો કૈંક અવસર જેવું લાગે સખી,

મળ્યું એ કૈંક માતબર જેવું લાગે સખી.


સાંપ્રત સજી રહ્યો સાજ આજ નવલા,

પ્રીતમની પડી હો ખબર જેવું લાગે સખી.


પારંગત પ્રેમ પાથરવામાં પિયુના પરિસરે,

ને પ્રીતના નશાની અસર જેવું લાગે સખી.


અતીતનો આનંદ અવતર્યો આજકાલમાં,

ઉપલબ્ધિ કૈંક હો જબ્બર જેવું લાગે સખી.


વાર્ધક્યે વહેણ વહાલનું વહેતું વણખૂટ્યું,

ભળી ગયાં જેમ દૂધ સાકર જેવું લાગે સખી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance