STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

ક્યાં જઈ ઠરવું ?

ક્યાં જઈ ઠરવું ?

1 min
14.1K


દાવાનળ સારો એકવાર ભરખી ટાઢો થાય,

આ રોજના લોહી ઉકાળા કેમ કરી સહેવાય.

આતંકવાદીઓ કરે ખુલ્લે આમ ગોળીબાર,

‘રેપ’ કરે છોકરીઓના તેમના હૈયા ટાઢા થાય.

મહેનત કરવી નથી ચોરી કરી જીંદગી જીવાય,

પકડાયે જેલ ભેગા થઈ હરામના રોટલા ખાય.

ધોળે દિવસે બેંક લુંટી છુમંતર થઈ જાય,

ગુટકા ડ્રગ અને દાણચોરીમાં જિંદગી વેડફાય.

બેશર્મીની હદ નથી ઈમાનદારી ના પોષાય,

દોષનો ટોપલો માબાપ, સંજોગ પર ઢોળાય.

સાહિત્યની ‘સરિતા’ મલિનતાથી ડહોળાય,

પરિવારમાં વારંવાર ગેરસમજ પ્રસરાવાય.

ટુંકી દૃષ્ટિ અને અહંકારમાં શાંતિ ભરખાય,

પાવન પૃથ્વી ઉપર પસારે નર્કાગારનો ત્રાસ.

ક્યાં જઈ ઠરીશું જુલ્મની જ્વાળા બારેમાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational