STORYMIRROR

sakhi bhagini

Abstract

3  

sakhi bhagini

Abstract

કવિતાને વહાલી છે

કવિતાને વહાલી છે

1 min
146

કવિતાને વહાલી છે ઘટના

તૂટવાની

ઘર તૂટે, આભ તૂટે, વિશ્વાસ તૂટે કે

દિલ તૂટે

હુડુપ કરતી મંડી પડે એ

કૂદકા મારવા,


અક્ષરોના અક્ષરો ઠાલવવા

કો'ક જરાક ભરેલા તો કો'ક વળી હાવ ઠાલા

લાગણીઓનો ભારોભાર મારો 

ને એમાં વળી તૂટ્યાનો છમકારો,


આવું એ સ્વયં નથી કરતી

એ તો માત્ર ગમાડે છે કંઈક તૂટવું

બીજા બધા ભાવ કરતાં ઊંડો ને વિશેષ છે

આ તૂટવાનો ભાવ

એના આ શુદ્ધ ભાવને અક્ષરો વડે છોલી છોલીને

સાવ પોકળ કરી દેનારા, હે નિષ્ઠુરો !


અક્ષરો વિફરશે તો જાણજો

ભાવની બૂંદનેય તરસી જશો

પછી તમે તૂટશો તો તમારા તૂટ્યા પર

કોઈ નહીં લખે

ભાવભરી સાચી ને સ્વસ્થ

એક કવિતા...!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract