Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla Shah

Abstract

3  

prafulla Shah

Abstract

કુદરત સાથે ગોઠડી

કુદરત સાથે ગોઠડી

1 min
159


સપનાં વિનાની રાત રે અફીણ આંખે ઉજાગરો !

મર્કટ મન કરે કૂદાકૂદ, જીવતરનો અદીઠ મૂંઝારો !

જીવનની ઘટમાળમાં રોજ દળણાં જેમ પીસાતી !

આરો કે ઓવારો નવ દેખાય ક્યાંય જીવનસાગરનો !


ડુંગર જેવું આકરું દુઃખ, સુખ તો જાણે રાઈનો દાણો !

આકુળ વ્યાકુળ ચિત્ત થાય, ભીતર અજંપાનો પાણો !

મહીં ખૂંચે પીડાની શૂળ, પીડાનો પર્યાય નહીં કોઈ !

ડૂબી સંસારસાગરનાં મરજીવા, શોધે સુખનાં મોતી !


હળવા થવાં ઘટમાળ ને એક સાંજે દીધી હડસેલી !

દોડી ગઈ અગાસીએ, હિંચકે બેસી ખૂબ હિંચી !

ડૂબતાં આદિત્યની લાલિમા પોંખવા આવી ગઈ !

સૌંદર્ય સંધ્યાનું નિહાળી અદ્ભૂત ચિત્રકારને વંદી રહી !


જીવનની માયાવી જંજાળમાં પ્રકૃતિનાં રંગો ચૂકી જતી !

સંસારનાં અસાર સાગરમાં જાતને ઝંપલાવી દેતી !


પામી ખુશી અપાર નિસર્ગના અપ્રતિમ સૌંદર્યથી !

સ્વને ખેંચું જરા ઘટમાળથી, કુદરત સાથે કરવી ગોઠડી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract