STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ક્ષમા

ક્ષમા

1 min
315

વાતનું વતેસર ના કર તું,

દિલમાં નફરતનું વાવેતર ના કર તું

ક્ષમા આપી દે દિલથી,

આમ સંબંધોમાં દીવાલનું ચણતર ના કર તું,


નાની અમથી વાતમાં નાહકની ધમાલ ના કર તું,

મારુ તારું કરી ખોટી બબાલ ના કર તું,


હૈયાની વાતો ને હૈયામાં જ ધરબી દે તું,

દર્દનાં પટારાને ખોલવાની આમ વ્યર્થ કોશિશ ના કર તું,


વફાની નૈયા ને આમ મઝધારે ડૂબાડી તું

પ્રેમને બદનામ કરવાની નાહક કોશિશ ના કર તું,


અહીંનું અહીં જ રહી જશે ને,

સમય વહી જશે,

નાહકની સંગ્રહખોરી કરવાના ઉધામા ના કર તું,


મહોલત મળી છે તો માનવી બની જીવી નાંખ,

આમ આત્માને ભરમાવવાની કોશિશ ના કર તું,


વાતનું વતેસર ના કર તું,

દિલોમાં નફરતનું વાવેતર ના કર તું,

સંબંધોમાં દીવાલનું ચણતર ના કર તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational