STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

કરોડોમાં મળે કોઈ

કરોડોમાં મળે કોઈ

1 min
295


ખરેખર પ્રેમરસ-ભોગી કરોડોમાં મળે કોઈ.

ડૂબેલા છે વિષયરસમાં ઘણાં સ્ત્રી દેહ ને ધનમાં,

ખરેખર ચાહતા પ્રભુને કરોડોમાં મળે કોઇ.

વિનાશી વિશ્વ આ સારું, કશું તેમાં નથી મારું,

સમજતાં એમ અવિનાશી કરોડોમાં ચહે કોઈ.

જગતની વસ્તુંમાં પ્રભુની સુધાનું બિંદુયે છે ના,

તલસતા પ્રેમરસ-સિંધુ કરોડોમાં મળે કોઇ.

રમે છે શોક ને મોહે જગત ભય તેમ મૃત્યુમાં,

પરમ આનંદમાં મળતા કરોડોમાં મળે કોઇ. 

ઘડીમાં હર્ષ ને અશ્રુ વળી સુખદુઃખ પામે છે;

વિકારોથી અતીત થયા કરોડોમાં મળે કોઇ. 

જગતની મોહમાયાને જતા ઘોળી સદાયે પી,

જગતમાં વીર શંકર તે કરોડોમાં મળે કોઇ. 

ભરી પ્રભુપ્રેમ-પ્યાલીથી સદા મન કર્મ ને વાણી,

જગતના સ્વર્ગમાં વસતા કરોડોમાં મળે કોઇ. 

અસત ને છલકપટમાંહી રહે છે, કૈં અહં માંહી;

સત અને પ્રેમમાં રમતા કરોડોમાં મળે કોઇ. 

મધુર જીવન મળ્યું શાને, ધરીને વાત તે ધ્યાને,

પ્રકાશ સદા તલસતા તે કરોડોમાં મળે કોઇ.

રડે સંસારને માટે, તપે, પ્રસ્વેદ પાડે છે;

રડે પરકાજ અંતરમાં કરોડોમાં મળે કોઇ. 

સુધા છે પ્રેમ સંસારે, બધાયે વ્યાધિને ટાળે;

છતાં આસ્વાદ લેનારા કરોડોમાં મળે કોઇ. 

કરોડો પથ્થરોમાં કો’ક હીરો હાથ આવે છે,

બન્યા પ્રભુસાથ તન્મય તે કરોડોમાં મળે કોઇ. 

મને તો પ્રેમમસ્ત કરો સદાયે દીનજન જોઈ,

ભલે ‘પાગલ’ કહે આવ્યો જગે પ્રેમી પૂરો કોઇ.

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics