કર્મયોગી
કર્મયોગી
કિસ્મત રહે છે એની હારે જે પુરુષાર્થને સ્વીકારે,
કિસ્મત રહે છે એની હારે જે મહેનતને આવકારે.
ગ્રહનક્ષત્રો શું જોર જમાવે આતમબળ ભરપૂર!
કિસ્મત રહે છે એની હારે જે મુસીબતને પડકારે.
હથેળીની રેખામાં નથી કાંઈ ભવિષ્ય હોતું કદી,
કિસ્મત રહે છે એની હારે જે કર્મપથને શણગારે.
એમ કૈં ભાગ્યને ભરોસે બેસી રહેવાય નહીં વળી,
કિસ્મત રહે છે એની હારે જે કર્મયોગી કેડી આકારે.
નસીબ તો એને ફળે જે સદા રહે ગતિ કરતો સતત,
કિસ્મત રહે છે એની હારે જે નિરાશા કદી ના ધારે.
