STORYMIRROR

Shaurya Parmar

Classics Others Inspirational

2  

Shaurya Parmar

Classics Others Inspirational

કરમ ચોક્કસ નડે

કરમ ચોક્કસ નડે

1 min
13.9K


કરમ ચોક્કસ નડે

બાકી રાજા દશરથ, રાણી કૈકયીના પગે પડે ?

કોઈ ત્યાં તરસ્યું મરે,

કોઈ સરયુમાં પાણી ભરે,

ઠંડો વાયરો, નીરવ શાંતિ,

ત્યાં કોઈ શિકાર અર્થે આવી ચડે... કરમ ચોક્કસ નડે

કોઈ ત્યાં રાહે બેઠા,

કોઈ સંતાઈ ઉભા છેટા,

કોઈ પાણી ભરવા બેસે હેઠા,

ત્યાં અવિચારી કાન ખળભળે... કરમ ચોક્કસ નડે

કોઈ વગર જોયે મારે,

કોઈ મૃગ મરેલું ધારે,

કોઈ વિયોગે આંસુ સારે,

ત્યાં સત્ય જાણતા, કોઈ પોતે રડે... કરમ ચોક્કસ નડે

કોઈ પોતાની ભૂલ સ્વીકારે,

કોઈ શબ્દનો શ્રાપ ભારે,

કોઈના ખોટા કરમને લીધે,

વર્ષો પછી શ્રાપ સાચો પડે... કરમ ચોક્કસ નડે

કરમ ચોક્કસ નડે

બાકી રાજા દશરથ, રાણી કૈકયીના પગે પડે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics