STORYMIRROR

Namrata Amin

Classics

3  

Namrata Amin

Classics

કોણે કિધું

કોણે કિધું

1 min
27.3K


આજે સવારે કરેણનું ફુલ આવી કહિ ગયું,

શું વાત છે? આખા બાગમાં ચર્ચા તારી જ છે.

 

અને હું ચમકી, કેમકે મને તો એમ જ હતું કે

આપણાં મળ્યાની ખબર કોઇને નથી, તો...?

 

પછી બહાર બોલાવી મને ચાંદની પૂછવા લાગી,

આજકાલ બાગમાં તારું જ નામ બોલાય છે, કોણ છે.


અને હું લજાઇ ગઇ, થોડી ગભરાઇ પણ ગઇ,

ક્યાંથી ખબર પડી બધાને? શું ખબર મને?

 

પણ ભમરો આવી કહી ગયો, તમને પતંગીયું જોઇ ગયું હતું.

એણે જુઇને કિધું, જઇએ કરેણને, અને કરેણે જઇને...

 

ત્યારે મને ખબર પડી કે આપણી વાત તો જાહેર થઇ ગઇ હતી

ત્યાં જ ગુલાબ પૂછવા આવ્યું, "સાંભળ્યું? તમારી વાત તો હવે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics