STORYMIRROR

Sejal Chasiya

Inspirational

3  

Sejal Chasiya

Inspirational

કોલસાની કલમ

કોલસાની કલમ

2 mins
230

સ્મૃતિપટ પર આછા થઈ ગયેલાં એ ચિત્રને વાગોળું ત્યારે,


એક નાનકડી ચોકલેટની લાલસામાં ભણવા જતાં,

સ્લેટ ઉપર ચૉકનો એકડો ગૂંથી ખૂદને હોંશિયાર સમજતાં,

મમ્મીના ડાહ્યા અને ટીચરના પ્રિય થવા લાડકા બનતાં,

રોતાં ને નાકમાંથી નદી વહેવડાવતાં,

શર્ટનાં ડાબા ખૂણે રૂમાલ ટીંગાડતાં,

છતાં મનમાં શરમ ના અનુભવતાં,

કારણ શરમ કઈ બલા છે એજ નહોતાં જાણતાં,

ખરેખર એ બાળપણના જલ્સા જ કઈ અલગ હતાં,(બાળપણ)


સંચા કૅચ રમતાં ને લખોટી ખખડાવતાં,

રમતગમતનો હિસ્સો બની વર્ગનું ગૌરવ વધારતાં,

ક્લાસની બહાર અંગુઠા પણ પકડતાં,

ને દોસ્તો ને બહારથી જ હસાવતાં,

સજાના નામે એક જ લેશન પાંચ વાર કરતાં,

નટખટ શરારતો કરતાં, સાહેબનો માર પણ ખાતાં,

પણ ઘરે ફરીયાદ આવે એવો મોકો ના આપતાં,

તો પણ કદીયે ઈગો નામની વસ્તુ નહોતાં રાખતાં,

કારણ ઈગો શું છે એની પરિભાષા જ નહોતાં જાણતાં,

ખરેખર એ કિશોરાઅવસ્થાના કિસ્સા જ નમકીન હતાં,(કીશોર)


ને હમણાંની સચ્ચાઈ ને શબ્દોમાં વર્ણવું તો,

ખબર જ નથી પડી કૉલેજ કઈ રીતે પુરી થઈ,

કેટલાય નવા મિત્રો મળ્યા, કેટલાય તેમાંથી આપણા જીગર જાન બની ગયા,

કોઈ દિવસ માસ બંક કર્યા, તો કોઈ દિવસ સબ-મીશન કર્યા,

કોઈ દિવસ મુવી ગયા, તો મોસ્ટલી દિવસ ગપસપમાં ગયા,

અમુક સમયે દિલ ટુટ્યા,ને સાથે સાથે ફ્લર્ટ પણ કર્યા,

આમ કરતાં કરતાં ક્યાં કરિયર બનાવા લાગ્યાં સમજી ના શક્યા,


કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં, તો કોઈ ગવર્ન્મેન્ટ સેક્ટરમાં,

કોઈ ને કોઈ રીતે ઘરનો મોભો બનવા લાગ્યાં,

મમ્મી પપ્પાની દુઆઓથી જિંદગી બનાવવા લાગ્યાં,

ઘરની જવાબદારી જોઈ થોડી ચિંતાં અનુભવવા લાગ્યાં,

છતાંય જવાબદારી જોઈ મોઢું ના ફેરવાતાં,

કારણ અમેય આ જુવાની ના જ જોશમાં હતાં,

(જુવાન)


પપ્પા ને જોઈ ગૌરવ કરવા લાગ્યાં કે કેવી મોંઘવારીથી લડી અમારા સપના સાકાર કર્યા,

ને આટલુ કહેતાં કહેતાં છેલ્લે જાતે જ વિચારવા લાગ્યાં કે,

ખરેખર એ બાળપણના જલ્સા જ કઈ અલગ હતાં,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational