બસ આટલું તો સીખ
બસ આટલું તો સીખ
આજના કુદરતના કરિશ્મા તો જુવો સાહેબ,
મને કાનમાં કંઈક ધીમા અવાજે કહી ગઈ.
સવારનો ઊગતો સૂરજ કહે,
તું વહેલો ઉઠતા તો શીખ.
તેની આંખ આંજી સોનેરી કિરણો કહે,
તું જારહરી ઊઠે એવા કામ કરતા તો શીખ.
રાત્રિ નો ચંદ્રમા ચાંદની રેલાવી કહે,
તું ગુસ્સો ઓછો કરી શીતળ રહેતા તો શીખ.
બાગના મુસ્કુરાતાં ફૂલો કહે,
ગમ ભૂલાવી ને કોઈની સામે હસતા તો શીખ.
ટમટમતા તારા ઓય ઈશારા કરી કહે,
દરેક સમુદાયમાં સંપી ને એકજૂથ રહેતા તો શીખ.
જંગલમાં પરિવાર બની રહેતા પ્રાણીઓ કહે,
કોઈ આપણને જરૂરત સમયે હાથ પકડતા તો શીખ.
પવન નો લહેરાતો અવાજ કહે,
તું મસ્ત મોલ્લાની જેમ ફરતા તો શીખ.
શીલા જોડે અથડાતો પાણીનો વહેણ કહે,
મુસીબતનો સામનો કરી આગળ વધતા તો શીખ.
ચટ્ટાન પર્વતોના ઊંચા શિખરો કહે,
દરેક નિર્ણયમાં દર્ધ રહેતા તો શીખ.
વૃક્ષોની લીલાછમ ઘટા બાહો ફેલાવી કહે,
જરૂરિયાતોની બને તેમ મદદ કરતા તો શીખ.
દીવાલના ખૂણામાં એકબીજા ને મળતી કીડીઓ કહે,
આસપાસના લોકોના દુઃખ જાણી તેને સહાનુભૂતિ આપતા તો શીખ.
કોયલ પણ મધુર ટહુકાર કરતી કહે,
દરેક ને મીઠી વાણી બોલી પોતાના બનાવતા તો શીખ.
એક કુદરતની આપેલી આ પ્રકૃતિ એક સાથે કહે,
એ માયારૂપી માનવી અમારામાંથી બહુ શીખ્યો,
હવે થોડો તારો સ્વાર્થ ભૂલી થોડું અમારી સામુ જોતા તો શીખ.
