STORYMIRROR

Sejal Chasiya

Inspirational

3  

Sejal Chasiya

Inspirational

હું એક સ્ત્રી છું

હું એક સ્ત્રી છું

1 min
215

હા હું એક સ્ત્રી છું 

અપાર પ્રેમની ભૂખી છું,


મા બની દીકરાને વહાલ કરું છું

તો બહેન બની ભાઈને રાખું છું,


છતાંય બંનેનાં મોઢે સાભરું છું

હું એક સ્ત્રી છું,


દીકરી બની બાપની સેવા કરું છું

તો વહુ બની ઘરનો ભાર ઉપાડું છું,


છતાંય બાપને મળવા સસરાની પરવાનગી લઉં છું

કારણ કે હું એક સ્ત્રી છું,


પત્ની બની પતિની બી એન્ડ હાફ છું

તો ભાભી બની દિયરની બેસ્ટ ફ્રેન્ડ છું,


છતાંય પતિના કહ્યે પગલું ભરું છું

કારણ કે હું એક સ્ત્રી છું,


સ્કૂલમાં સુપર મધર છું

તો ઓફિસમાં જવાબદાર એમ્પોય છું,


ઘર ની રિપ્રેઝન્ટેટીવ છું

તો રસોડામાં કિચન કિંગ છું,


છતાંય બહાર જાવ તો લોકો કહે છે કે 

હું એક હાઉસ વાઈફ છું,


હસતા મોઢે બધું સ્વીકારી લઉં છું

ને પોતાના સ્વમાનની ભૂખી છું

કારણ કે ખરેખર હું એક સ્ત્રી જ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational