કોલસાની કોલમ
કોલસાની કોલમ
સ્મૃતિપટ પર આછા થઈ ગયેલાં એ ચિત્રને વાગોળું ત્યારે,,,
એક નાનકડી ચોકલેટની લાલસામાં ભણવા જતાં,
સ્લેટ ઉપર ચૉકનો એકડો ઘૂંટી ખૂદ ને હોંશિયાર સમજતાં,
મમ્મીના ડાહ્યા અને ટીચરના પ્રિય થવા લાડકા બનતાં,
રોતાં ને નાક માંથી નદી વહેવડાવતાં,
શર્ટનાં ડાબા ખૂણે રૂમાલ ટીંગાડતાં,
છતાં મનમાં શરમ ના અનુભવતાં,
કારણ શરમ કઈ બલા છે એજ નહોતાં જાણતાં,
ખરેખર એ બાળપણ ના જલ્સા જ કઈ અલગ હતાં,(બાળપણ)
સંચા કૅચ રમતાં ને લખોટી ખખડાવતાં,
રમત ગમતનો હિસ્સો બની વર્ગનું ગૌરવ વધારતાં,
ક્લાસની બહાર અંગુઠા પણ પકડતાં,
ને દોસ્તો ને બહારથી જ હસાવતાં,
સજાનાં નામે એક જ લેસન પાંચ વાર કરતાં,
નટખટ સરારતો કરતાં, સાહેબનો માર પણ ખાતાં,
પણ ઘરે ફરિયાદ આવે એવો મોકો ના આપતાં,
તો પણ કદીયે ઈગો નામની વસ્તુ નહોતાં રાખતાં,
કારણ ઈગો શું છે એની પરિભાષા જ નહોતાં જાણતાં,
ખરેખર એ કીશોરાઅવસ્થાનાં કિસ્સા જ નમકીન હતાં,(કીશોર)
ને હમણાની સચ્ચાઈ ને શબ્દોમાં વર્ણવું તો,,,
ખબર જ નથી પડી કૉલેજ કઈ રીતે પુરી થઈ,
કેટલાય નવા મિત્રો મળ્યા,કેટલાય તેમાંથી આપણા જીગર જાન બની ગયાં,
કોઈ દિવસ માસ બંક કર્યા,તો કોઈ દિવસ સબ-મિશન કર્યા,
કોઈ દિવસ મુવી ગયાં,તો મોસ્ટલી દિવસ ગપસપમા ગયાં,
અમુક સમયે દિલ ટુટ્યા,ને સાથે સાથે ફ્લર્ટ પણ કર્યા,
આમ કરતાં કરતાં ક્યાં કરિયર બનાવા લાગ્યા સમજી ના શક્યા,
કોઈ પ્રાઇવેટ સેક્ટર માં,તો કોઈ ગવર્ન્મેન્ટ સેક્ટર માં,
કોઈ ને કોઈ રીતે ઘર નો મોભો બનવા લાગ્યા,
મમ્મી પપ્પા ની દુઆઓ થી જીંદગી બનાવવા લાગ્યા,
ઘર ની જવાબદારી જોઈ થોડી ચિંતાં અનુભવવા લાગ્યા,
છતાંય જવાબદારી જોઈ મોઢુ ના ફેરવાતાં,
કારણ અમેય આ જુવાની ના જ જોશ મા હતાં,
(જુવાન)
પપ્પા ને જોઈ ગૌરવ કરવા લાગ્યા કે કેવી મોંઘવારીથી લડી અમારા સપના સાકાર કર્યા,
ને આટલુ કહેતાં કહેતાં છેલ્લે જાતે જ વિચારવા લાગ્યા કે,
ખરેખર એ બાળપણના જલ્સા જ કઈ અલગ હતાં.
