STORYMIRROR

Sejal Chasiya

Children Stories Inspirational

3  

Sejal Chasiya

Children Stories Inspirational

માં ની મમતા

માં ની મમતા

1 min
236

પોતાના જીવને જોખમમા નાંંખી મને જન્મ આપી જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


ઓછું ભણેલી છતાં મારા સંસ્કાર સિંચી જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


પોતે ભીનામાં રાત કાઢી મને સૂકામાં સુવડાવી જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


પોતાના પેટે પાટા બાંધી જે મને ઉછેરતી જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


મારા બીમાર પડવાથી ઓળગોળ થઈ જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


મને ઘેર આવતો જોઈ જેનું મુખડું મલકાઈ જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


જે ના વહાલના વંટોળે આખો સાગર સૂકાઈ જાય,

એ મન ઋણ મારાથી કેમ ભૂલાય.


મા નાં રુદનને જોઈ જેની પાપણો ભીંજાઈ જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


બાપ મને ખીજાતા જે બાપ સામે બોલી જાય,

એ મા નાં ઋણ મારાથી કેમ ભૂલાય.


જેની પ્રાર્થના સામે ભગવાન પણ નમી થાય,

એ મા નાં ઋણ મારા થી કેમ ભૂલાય.


Rate this content
Log in