STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

ખરે સૌ બે દિનના મહેમાન.

ખરે સૌ બે દિનના મહેમાન.

1 min
363


જનમ્યું સર્વ ખરે જવાનું,

કરવું વ્યર્થ ગુમાન;

શિક્ષા આપે સંતો એવી,

જ્ઞાની આપે જ્ઞાન ... ખરે સૌ


વટેમાર્ગુ જેવા સૌ જીવો,

જીવન રસની ખાણ;

ભાવ પ્રમાણે અનુભવ કરતા,

પુલકિત કરતા પ્રાણ ... ખરે સૌ


એ બે દિનમાં મળે તમારી

દિવ્ય કૃપાની લ્હાણ;

સાધ્ય શેષ તો કૈંય રહે ના,

હો જીવન કલ્યાણ ... ખરે સૌ


Rate this content
Log in

Similar gujarati poem from Classics