STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

ખભેખભા કરો એક !

ખભેખભા કરો એક !

1 min
27K


ખભેખભા કરો એક !


ખભેખભા કરો એક મારા ભાઈ,

ખભેખભા કરો એક...!


અન્યાયની સામે સૌ ઊભા થઈએ,

કામ કરીએ કંઈ નેક...! ખભેખભા કરો એક.


થાકે જો કોઇ એનો થઈને સહારો,

પહોંચી જઈએ હવે ઠેક...! ખભેખભા કરો એક.


હારવું નથી હવે નમવું નથી,

લીધી છે જોરદાર ટેક...! ખભેખભા કરો એક.


જીતવા હાટુને ઊભા થાવ સૌ,

લઈલો ભવમાંથી ભેખ...! ખભેખભા કરો એક.


જીદ કરીશું તો જ જીતીશું,

બદલીશું વિધિના લેખ...! ખભેખભા કરો એક.


ખભેખભા કરો એક મારા ભાઈ,

ખભેખભા કરો એક...!



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational