STORYMIRROR

Sandip Bhatiya

Romance

2  

Sandip Bhatiya

Romance

કેવી હસે છે!

કેવી હસે છે!

1 min
13.9K


રોજ આવી સ્વપ્નમાં કેવી હસે છે,

હાથ રાખી હાથમાં કેવી હસે છે!

 

આભથી જાણે ઊતરતી હોય જ પરી,

આજ મારી આંખમાં કેવી હસે છે!

 

હોય જાણે રૂપનો તુંય દરિયો,

પ્રીત કેરી નાવમાં કેવી હસે છે!

 

મેં હતી દેખી તને ખુશ્બૂ સભર ને,

ફૂલ થૈ ને બાગમાં કેવી હસે છે!

 

ગીત મારાં ને બધા શબ્દો જ તારા,

પ્રેમના આ રાગમાં કેવી હસે છે!

 

જીવન તમામ જ હવે તું છે બનીને,

'સંદિપ' તણા શ્વાસમાં કેવી હસે છે!

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance