STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

કેમ ?

કેમ ?

1 min
217

જો માનવ પણ એક સર્જન છે સર્જનહારનું, તો એ ખોરવે છે સંતુલન સૃષ્ટિનું કેમ ?

કોપ વરસે જ્યારે કુદરતનો કોઈ, તો પછી એ ઈશ્વરને કરગરે છે કેમ ?


સર્વોપરી છે એ નારાયણ, તો આ નર એને વારે વારે પડકારે છે કેમ ?

નિર્માણ છે જો રચયિતાનું આ, તો પછી રચનાનું મહત્વ વધારે છે કેમ ?


શ્રદ્ધાનો જ છે જો વિષય 'નિપુર્ણ', તો પછી શંકા ઉપજે છે જ કેમ ?

વાત જો સમર્પણની જ છે તો પછી, શરતોની સાથે અધકચરું કેમ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational