STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

કે હેતે અર્પું હું ફૂલછાબ

કે હેતે અર્પું હું ફૂલછાબ

1 min
189

ખળખળ વહેતાં ઝરણાં અમે,

 તમે પિતાજી પહાડ 

જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે, દઈ સાવજસી દહાડ…

કે હેતે અર્પું હું ફૂલછાબ 


પવન તમે ને માત ફૂલડું, મળી આંગણે વસંત

રૂક્ષ દીસતા ચહેરા ભલે, હસી ખુશીના સંગ 

હૈયે જડીયા મોટા ખ્વાબ,...

કે હેતે અર્પું હું ફૂલછાબ,


તિમિર વેદના વેઠી ઉરે, 

 ધરી સુખની છાંય 

થઈ ગયા મોટા અમે કેમના, ન જાણ્યું કદી જદુરાય

દેવ  પ્રગટ તમે છો તાત ...

 કે હેતે અર્પું હું ફૂલછાબ 

ઘરઘર ઉજળા તમથી મોભી, ગદગદ લાગું જ પાય

અશ્રુ અમારા  ચરણો ધૂએ, સમરું સ્નેહ તણા એ દાન

ગાજે મન અંબરે રૂઆબ ..

 કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતાં ઝરણાં અમે

રમેશ પટેલ(આકાશદીપ)



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational