STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

2  

Harshida Dipak

Inspirational Classics

કાનુડાનો થપ્પો

કાનુડાનો થપ્પો

1 min
14.8K


પર્વતની ટોચેથી જોયું 

સરવરની પાળેથી જોયું 

વનરાવનની કુંજ ગલીમાં 

કદંબની ડાળેથી  જોયું 

રમત મજાની છાની છપની ક્યાં સંતાણો કાનુડા...

તુજને ગોતી મારે કરવો...

કાનુડાનો થપ્પો...

નરસિંહના કેદારે જોયું 

મીરાના  મેવાડે જોયું 

વનરાવનની ગોકુળીયામાં 

રાધાના દલડે જઈ જોયું 

આંખોમાં અમરતની ધારા ક્યાં સંતાણો કાનુડા...

એને નીરખી કરવો મારે

કાનુડાનો થપ્પો...

આકળ- વીકળ આંખડીયું છે 

માખણ - મિસરી વાતડીયું છે 

સૂની સૂની રાતડીયું છે 

ડાળે સૂકી પાંદડીયું છે 

હૈયાના ધીમા ધબકારા ક્યાં સંતાયો કાનુડા...

હાથ તારો ઝાલી મારે કરવો 

કાનુડાનો થપ્પો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational