Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance Inspirational

4  

Hiten Patel

Romance Inspirational

કાંઈ વરસાદ પડે છે !

કાંઈ વરસાદ પડે છે !

1 min
216


આભલું ફાટ્યું ઘનઘોર ને પાણી રેલમછેલ જાય, કાંઈ વરસાદ પડે છે !

ઘરર ધડમ ધૂમ, વાદળાં ગાજે વીજળીના લિસોટા થાય, કાંઈ વરસાદ પડે છે !


ડ્રાંઉં, ડ્રાંઉં મેડકાં બોલે, મોરલા મલ્હાર ગાય, કાંઈ વરસાદ પડે છે !

ઝૂં, ઝૂં, ઝૂં, સૂઉં, રૂમઝૂમ પવન રઘવાયો વાય, કાંઈ વરસાદ પડે છે !


પર્વતોની ફાંદ ચીરી ઝરણાં ફૂટે, ઊભડક જાય, કાંઈ વરસાદ પડે છે !

આ નખરાળી નદીઓ ઉધમાત કરતી કરતી દરિયે ફંટાય, કાંઈ વરસાદ પડે છે !


પક્ષીઓ ખંગોળિયું ખાય, ચકોર અપૈયો છોડે, વૃક્ષો ન્હાય, કાંઈ વરસાદ પડે છે !

મોંભારેથી નળિયામાં પડી, અળવિતરો લપસણિયું ખાય, કાંઈ વરસાદ પડે છે !


ચૂંદડી ચોંટી હૈયે, ચૂડલો, કાજળ ને સિંદૂર પલળી જાય, કાંઈ વરસાદ પડે છે !

શરમાતું જોબન નેતરપેતર ને તું કોરેકોરો હાય, કાંઈ વરસાદ પડે છે !


હું ભીનીભીની ઠૂંઠવાઉં, મારા અંગેઅંગમાં ધબકાર, કાંઈ વરસાદ પડે છે !

હું ઝૂરીઝૂરીને ફોરાં જેવડાં આંસુ પાડું હાય - 

ને વંઠેલો વરસી વરસીને ધોઈ જાય, કાંઈ વરસાદ પડે છે !

રે લુચ્ચો કાંઈ વરસાદ પડે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance