STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

4  

Vrajlal Sapovadia

Drama

જુગાર

જુગાર

1 min
490

અદ્ધરતાલ ઊભી કરવી હોય જો ઈમારત,

હવામાંથી હાથી બનાવવા થાવ કાર્યરત, 


વગર પરસેવે મફત ખાવો હોય પ્રસાદ,

નવરા ભાઈબંધ બોલાવવા પાડો સાદ,


ખાલી ખિસ્સે રમવા બેઠા દોકડા જુગાર,

ભર્યા પેટે બેઠા ઉઠ્યા ત્યારે બધા ભંગાર,


હાર્યા એટલા આબરૂ વેચી ઉધાર લાવ્યા,

જીત્યા એમા તો મધુશાલા માલિક ફાવ્યા,


રમ્યા એવું ગ્યું એક ખીસ્સેથી બીજે ગજવે, 

પોતાની હોય નહીં ને ઘરની આબરૂ લજવે,


અદ્ધરતાલ ઊભી કરવી હોય જો ઈમારત,

ચણ્યાં પહેલા પડશે એની નાખવી શરત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama