STORYMIRROR

Aditya Parmar

Drama Romance

4.8  

Aditya Parmar

Drama Romance

હું ખોવાઈ ગયો

હું ખોવાઈ ગયો

1 min
26.9K


તારા ચહેરા પરની ખુશી અને હોઠો પરનું સ્મિત જોઈ,

આજ ફરી હું તારા વિચારો ની ભવ્યતામાં ખોવાઈ ગયો,


તારી મોહક આંખો અને કાજળ નો શ્રૃંગાર જોઈ,

આજ ફરી હું તારી આંખોના રંગોમાં ખોવાઈ ગયો,


તારા અવાજની મધુરતા અને શબ્દોની મીઠાશ જોઈ,

આજ ફરી હું તારી વાતોની મસ્તીમાં ખોવાઈ ગયો,


તારા ગુલાબી ગાલ અને સુંદર ચહેરા પરના ભાવ જોઈ,

આજ ફરી હું તારી સ્મૃતિઓના વિચારોમાં ખોવાઈ ગયો,


તારા આ વર્ણન ની રુપરેખા કંડારતા,

આજ હું ફરી તારા પ્રેમમાં ખોવાઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama