STORYMIRROR

Aditya Parmar

Tragedy

3  

Aditya Parmar

Tragedy

જીવન વિતાવી ગયા

જીવન વિતાવી ગયા

1 min
364

બાળપણનું ભોળપણ જોયું અને યુવાનીની ખુમારી જોઈ,

બસ! પછી

ઘડપણમાં એ સમય યાદ કરીને જ તો જીવન વિતાવી ગયા.


ના જીવવાનું જીવી ગયા અને ના કરવાનું કરી ગયા,

બસ! પછી

અફસોસના એ દુઃખમાં જ તો જીવન વિતાવી ગયા.


વર્તમાનની ખુશીઓ દેખાઈ અને ભૂતકાળનું દુઃખ દેખાયું,

બસ! પછી

ભવિષ્યના એ વિચારોમાં જ તો જીવન વિતાવી ગયા.


અંતે ના તો પામ્યાનો હરખ રહ્યો કે ના તો ખોયાનો ગમ રહ્યો,

બસ! પછી

અંતરના એ નાના ઓરડામાં જ તો જીવન વિતાવી ગયા.


વિચાર્યું હતું કે ખંતથી જીવીશું,

પણ એ અનમોલ કિંમત અમે ચુકવી ના શક્યા,

બસ! પછી

જીવનની આ દોડમાં અમે અધવચ્ચે જ ક્યાંક જીવન વિતાવી ગયા.   


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy