જોકર
જોકર
બાવન પછીની વયમાં જોકર થવામાં મજા છે,
ગંભીરતાના પોટલા નીચે ઉતારવામાં મજા છે.
ખૂબ લીધાં ટેન્શનો આજતકની જિંદગીમાં,
હળવાશથી રહી જિંદગાની જીવવામાં મજા છે.
સમાંતર ન હોય જીવન ક્યારેય કોઈનું હંમેશાં,
ગાતાંને ગણગણતાં પથને કાપવામાં મજા છે.
હસી-ખુશી છે ઔષધ કેટલાય રોગોનું સહજ,
હસતા મુખે પરિસ્થિતિને સ્વીકારવામાં મજા છે.
જોકર બનીને જાહોજલાલી જિંદગીની માણવી,
કદી નદી નાવ સંજોગ પણ હંકારવામાં મજા છે.
