જલધારા
જલધારા
મુસીબતો મારી,તો પ્રયત્નો પણ મારા જ હશે,
રાત હશે જો, તો આકાશે તારા જ હશે,
હાર માનીને , જીવન ટુંકાવુ એવો નથી હુ,
દિવસો આજે ખરાબ ,તો કાલે સારા હશે,
જીવન છે તો, જીત તો અવશ્ય છે જ,
આભના સિતારા ,કોઈ દિ' અમારા હશે,
એકલા પડીને પણ, આનંદે રેહવુ જીવડા,
તરસ ટાણે, પ્રભુના પ્રેમની જલધારા હશે,
મુસીબતો મારી,તો પ્રયત્નો પણ મારા જ હશે,
રાત હશે જો, તો આકાશે તારા જ હશે.