જિંદગીનો જુગાડ
જિંદગીનો જુગાડ
અરે ! જિંદગી જીવી લઈએ,
સુખોની સુવાસ માણી લઈએ,
દુઃખોની દાસ્તાન જાણી લઈએ,
પરિવાર સાથે હળીમળીને રહી લઈએ,
મિત્રોની સાથે મસ્તી કરી લઈએ,
ફૂલોમા ફોરમ ભરી લઇએ,
શરણાઈ ના શૂર સાંભળી લઈએ,
ગૌરવની ગાથા ગાઈ લઈએ,
બીજાની જીત માટે હારી લઈએ,
કોઈકની ખુશી સ્વીકારી લઈએ,
કર્તવ્યના કામો કરી લઈએ,
અરે ! જિંદગીની જંગ માં જીવી લઈએ,
