STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational Others

4  

Hiral Pathak Mehta

Inspirational Others

જિંદગીની દોડ

જિંદગીની દોડ

1 min
192

આ તે કેવી લાગી છે હોડ ?

ના આરામ ના થાક એવી જિંદગીની દોડ,

ભૂલભૂલૈયા રસ્તા ને ના મંજિલ છે, ના મોડ.


વગર વિચારે જીવાતી ના હાર

ના જીત એવી જિંદગીની દોડ

ઉગતો સૂરજ ને ઢળતી સાંજ.

ચમકતી ચાંદની રાતનો છે ના મોહ


તારીખો બદલાય ને વીતે વરસો

ના કોઈ કારણ ના કોઈ મારણ

કેવી દોડાય છે આ જિંદગીની દોડ


ખોળિયું ચલાવવા જોઈએ બે રોટલી

તો શાની ચમકદમક માં લાગી છે હોડ ?

ના આરાય ના થાક આ તે કેવી જિંદગીની દોડ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational