જિંદગી
જિંદગી
ત્રણ અક્ષરની આ જિંદગીએ
ખેલ્યા છે ખેલ એવા એવા
જિંદગી બને એક અટકળ....
ક્યારેક ઉત્સવ રૂપે આવી
જિંદગીમાં જાણે ભરે ખુશીઓ
જિંદગી બનાવે રંગીન....!
કયારેક ભરી દે મુસીબત
જેનો ઉકેલ મળે નહિ ઝટ
જિંદગી બનાવે મુશ્કેલ...!
ક્યારેક સૌ સંગાથે મળી
આનંદની છોળો એ ઘોળે
જિંદગી બનાવે રસભર...!
ક્યારેક એ ભરી દે દુઃખના દરિયા
જેને દૂર કરવા સૌ મથે
જિંદગી બનાવે કષ્ટમય....!
