STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

જિંદગી

જિંદગી

1 min
21.3K


કોઈના સદગુણ જોઈને જિંદગી જીવવા જેવી છે,

કોઈના અવગુણ ભૂલીને જિંદગી જીવવા જેવી છે,


સર્વગુણસંપન્ન મળવો મુશ્કેલ બ્રહ્માની આ સૃષ્ટિમાં,

મળેલાંને માણી લઈને જિંદગી જીવવા જેવી છે,


માનવ અવતાર એ જ શ્રેષ્ઠ બક્ષિસ છે પરમેશની,

એના જેવા કદી થઈને જિંદગી જીવવા જેવી છે,


નથી મઝા કોઈ પાસેથી સતત લઈને માણવામાં,

ક્યારેક બીજાને દઈને જિંદગી જીવવા જેવી છે,


નિયમની જડતા હરહંમેશ સ્વીકાર્ય નથી હોતી,

સરિતાવત્ વળી વહીને જિંદગી જીવવા જેવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational