જિંદગી મને
જિંદગી મને
બદલાતા વિચારે ગમી જિંદગી મને.
કવિના અવતારે ગમી જિંદગી મને.
નિતનવા પ્રયોજનો સ્ફુરણા થકીને,
શબ્દોના આધારે ગમી જિંદગી મને.
ન હોય ક્રોધ કે કિન્નાખોરી હૃદયમાં,
સરળ વ્યવહારે ગમી જિંદગી મને.
ગાતાં મુક્ત પંખી જેવી દશા મારી,
હરિના સથવારે ગમી જિંદગી મને.
અંતર થૈ આનંદિત કેટકેટલું પામતું,
શબ્દના શણગારે ગમી જિંદગી મને.
સંગીત પણ ક્યારેક સાથ દઈ જતું,
રાગરાગિણી હારે ગમી જિંદગી મને.