STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જીવું છું

જીવું છું

1 min
24.2K

કાલે સારું થશે એમ માનીને જીવું છું. 

દૈવ મારું થશે એમ માનીને જીવું છું. 


ના પૂછો વાત મારી દુર્દશાની તમે કદી,

ભાવિ પ્યારું થશે એમ માનીને જીવું છું. 


ગુમાવ્યાની વાતે નથી હિસાબ મળતો,

સૌથી ન્યારું થશે એમ માનીને જીવું છું. 


આશાવાદી છું નિરાશાને દફનાવી દઈ,

નઠારું ગોઝારું થશે એમ માનીને જીવું છું. 


મળ્યા છે કેટલાક દુશ્મનો દોસ્ત બનીને,

એમનું અકારું થશે એમ માનીને જીવું છું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational