STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

જીવતા રહેવું

જીવતા રહેવું

1 min
314

જીવતા રહેવું એટલે પરગજુ થૈને જીવવું,

જીવતા રહેવું એટલે આશા સંચારી જીવવું,


કેવળ શ્વસવું એ જીવતાની નિશાની નથી,

જીવતા રહેવું એટલે બીજાની આંખે જીવવું,


દિવસ વીત્યો એ કાંઈ સફળતા નથી હોતી,

જીવતા રહેવું એટલે કોઈના મનમાં અંકુરવું,


ખાવું, પીવુંને માત્ર મોજમજા પશુવત્ ગણાય,

જીવતા રહેવું એટલે ઈશનું ૠણ અદા કરવું,


નાના મોટાના ભેદ ઉંમરને પૈસા થકી મનાતા,

જીવતા રહેવું એટલે કોઈ ઉરમાં ફૂલવું ફાલવું,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational