જીવનસાથી
જીવનસાથી
તમારો હાથ મારા હાથમાં
ના ડર લાગે સાથમાં
ના કોઈ ચિંતા સતાવે મને
જયારે તમે મારો સાથ નિભાવો છો,
કોઈ શું વિચારે છે તે મહત્વનું નથી
નથી પરવાહ મને કોઈની
તમારા માટે બધાથી લડીશ
સાત જન્મો સાથ નિભાવીશ,
તમે જ મને સમજી શક્યા
તમે જ મને જાણી શકયા
કોઈ પરવાહ કરે નો કરે
પણ તમારો સાથ સાત જન્મોનો જોઈ,
દરેક મુશ્કેલીમાં તમારો સાથ જોઈ
જયારથી તમને જીવનસાથી બનાવ્યા
ખુશ છું મને જો તમે મળી ગયા
તમને મેળવી જિંદગી જો સવર ગઈ,
વિચારું છું હું,
તમે નો હોત તો આ પગલી નું શું થાત ?
શાયદ મારું જીવન અધુરું હોત
તમારો જે વિશ્વાસ મારા પર છે
એને કયારેય તૂટવા નહિ દઈશ
મરણ સુધી તમારો સાથ નિભાવીશ.

