STORYMIRROR

khushi Trivedi

Others Children

3  

khushi Trivedi

Others Children

મા

મા

1 min
22

મા હું ખુશ થાવ છું

જયારે હું બનાવું છું

બચેલી રોટલીમાંથી રોટલી પિઝા,


અથવા જ્યારે હું બનાવું છું

જૂની ભરતકામવાળી સાડીમાંથી

નાના નાના સુંદર સ્કાર્ફ,


અથવા સજાવું છું 

જૂની પડેલ વસ્તુને નવો ધાટ આપી

મારા સુંદર ઘરને બનાવું છું રાજમહેલ,


અથવા નવું કંઈ ના ખરીદતાં

સજાવટ બદલીને પુનઃઉપયોગ કરી લઉં છું

જૂની સાડીઓ અને જ્વેલરી


અથવા જ્યારે જીવનની મુશ્કેલીઓ હોય છે

ડર્યા વિના દૂર રહું છું

અંધવિશ્વાસીનાં ટોણાં- ટકારાથી,


અથવા નથી કરતી અલગથી આરામ

અને ખરેખર માનું છું વાસ્તવિકતાને

કામ જ આરામ છે


અથવા સાંભળું છું દરેકને 

અને સ્વીકારું છું આવું જ ના હોય

આવું પણ હોય શકે


મા હું માનું છું કે હું થોડી થોડી તારા જેવી છું

પણ હું એમ નહીં કહીશ કે હું તારી પડછાયો છું

હું જાણું છું મા તું તો તું જ છો અને હું તો હું જ છું,


મા હું ખરેખર ખુશ થઉં છું કે

તારાથી વારસાગત સારું સારું શીખ્યું 

હું એક સારી વ્યક્તિ બનવા માંગું છું

મા તારુ દુનિયામાં નામ રોશન કરીશ.


Rate this content
Log in