અંતિમ
અંતિમ
ડુંગર જોયા પહાડ જોયા
જોયા મોટા રણ,
દરિયાની તો કાયા જોઈ
ગભયારું મારું મન,
તોફાન જેવી આફત જોઈ
તૂટ્યો મારો વિશ્વાસ,
લાગ્યું કે આ અંતીમ ચરણ છે
હારી ગયો પ્રભુ હું,
યાદ કરી તને અંતિમ ચરણમાં
ધન્ય થયું મારું મન,
નથી આ અંતિમ
નથી આ તારો અંત,
ભેગો કર તારા વિશ્વાસને
કે આજ છે તારા જિંદગીનો સાર,
શરૂ કે અંતિમ નકકી કરીશ હું
હાર માની ન રોઈ પડીશ તું.
