STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જીવનની એક મજા છે

જીવનની એક મજા છે

1 min
335

જે પામ્યું છે, એને માણવાની અને નથી મળ્યું એને ચાહવાની પણ એક મજા છે,

જે નથી શીખ્યા એને શીખવાની અને શીખ્યા એને સમજવાની પણ એક મજા છે,


જે નથી ગમ્યું એને ગમાડવાની અને જે ગમ્યું છે, તેને મળવાની પણ એક મજા છે,

જે નથી સમજ્યા એને સમજાવવાની અને જે સમજ્યા છે, એને સાચવવાની પણ એક મજા છે,


જે નથી જોયું એને જોવાની અને જે જોયું છે, તેને જાણવાની પણ એક મજા છે,

જે નથી જીવ્યા એને જીવવાની અને જેને જીવી ગયા છીએ એ જીવનની એક મજા છે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance