જીવનનાં મઝધારે
જીવનનાં મઝધારે
"આરૂ હું તેને પ્રેમ કરું છું."નિખિલ બોલ્યો.
નિખિલ અને આરુ કોલેજના ત્રીજા વર્ષમાં હતા. આરૂ કોલેજ પૂરી કરી ઘરે જઈ રહી હતી.
પાછળથી નિખિલ બોલ્યો,"ઉભી રહે મારા સવાલનો જવાબ દેતી જા."
"છેલ્લા બે વર્ષથી એક જ સવાલ પૂછીને તને કંટાળો નથી આવતો." આરૂ બોલી.
નિખિલ કહે, "ના, જ્યાં સુધી તું હા નહીં પાડ ત્યાં સુધી આ સવાલ પૂછ્યા જ કરીશ."
નિખિલ એક સારા ઘરમાંથી આવતો હતો. નિખિલના પપ્પા અને મમ્મી બંને શિક્ષક હતા. નિખિલ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. જ્યારે આરૂ એક સામાન્ય ઘરમાંથી હતી. તેના પપ્પા રિક્ષા ચલાવતા, અને પોતે ચાર બહેનો હતી. માતા ચાર વર્ષ પહેલાં પ્રભુ પ્યારા થયા હતા. ચાર બહેનોમાં આરૂ સૌથી મોટી હતી. ઘરની તમામ જવાબદારી આરૂ પર હતી. આરૂનું એક સ્વપ્નું હતું, કે તે ભણીને સારી નોકરી મેળવી તેના પપ્પાને મદદ કરે. પોતાનું સ્વપ્નશાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરતી હતી.
એક દિવસ નિખીલે તેને કહ્યું, "આરૂ હું તારા સપનામાં તને મદદ કરવા માગું છું. પ્લીઝ તું મને એક મોકો તો આપ."
થોડા સમય પછી આરૂ અને નિખિલ બંને કોર્ટ મેરેજ કરી લીધા. થોડો વખત બંનેના ઘરોમાં હોબાળો થયો. પછી ઉછળતા પાણી ધીમે ધીમે શાંત થઈ ગયા. બંને ઘરે આરુ અને નિખિલને અપનાવી લીધા. નિખિલે બેંકમાં જોબ સ્વીકારી અને આરૂ પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર બની ગઈ. જિંદગી સરળ ચાલી રહી હતી.
આરુએ પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું હતું. તેની નાની બહેનોને સારી જગ્યાએ પરણાવી દીધી. તેમાં નિખિલે આરુને પૂરેપૂરી મદદ કરી હતી. હવે તો આરૂના દુઃખના દિવસો ચાલુ થયા. થોડા વર્ષોમાં આરૂના પપ્પા એટેકથી પ્રભુ પ્યારા થયા. ત્યારે આરૂ નિખિલને વળગી ખૂબ રડી.
આમ દિવસો પસાર થતા હતા. એક દિવસ આરૂને ખબર પડી કે તે મા બનવાની છે. આરૂ અને નિખિલની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ આરૂની પ્રેગનેન્સી બહુ ક્રિટીકલ હતી. સાતમા મહિને મૃત બેબીની ડીલેવરી થઈ. આરૂ અને નિખિલ મનથી તૂટી ગયા.
આરૂ નિખિલને કહે, "હવે તું મને મજધાર માં મૂકીને ન જતો."
નિખિલ કહે, "હું તને મૂકીને ક્યાં જવું ?"
પણ કહે છે ને, ભગવાન પાસે કોનું ચાલે ? થોડા સમયમાં કાર એક્સિડન્ટમાં નિખિલ પ્રભુ પ્યારો થયો. આરૂની જિંદગીની નાવ મજધાર પર ડુગવા લાગી.
