કેમ તોડું તારી યાદ સાથે નાતો
કેમ તોડું તારી યાદ સાથે નાતો
કેમ તોડું તારી યાદ સાથે નાતો,
જેમ વરસાદની મોસમમાં છત્રી,
એક દિવસ યાદ કર્યા વગર ન જાય,
પ્રિયે ! કેમ લઈ ગયા તમે મારી છત્રી ?
જ્યારથી લઈ ગયા છો છત્રી તમે,
હું બહાર જઈ શકતો નથી,
ઘરમાં પણ જીવ ગભરાય છે,
પિતાજી રાડા રાડ, માતા ખીજાય છે,
પલળી રહ્યા છે, બધા ભાઈ બહેન,
ચેન નથી પડતો મારા જીવને,
નથી મારું મન શાંત,
જ્યારથી લઈ ગયા છો છત્રી તમે,
પ્રિયવરને લાગ્યું શું તોફાન ?
પણ મારી એકમાત્ર છત્રી,
માત્ર વરસાદથી નથી બચાવતી,
લેણદારથી મોં છૂપાવવામાં કામ લાગે,
ને કૂતરા સામે આવે ત્યારે પણ કામ લાગે,
ગાય પણ ડરે મારી છત્રીથી,
છત્રી વગર અમે મોબાઇલ વગરના ડેટા જેવા,
જ્યારથી તું મારી છત્રી લઈ ગયો છે,
હું વ્યાકુળ છું, દરરોજ આંસુ વહુ છું,
નથી બેરોજગારીના ભથ્થા મળતા હવે,
નથી અમારું એટીએમ. નથી બેંકોમાં ખાતું,
ગોતું છું કોઈ દયાળુ માનવને,
જે મને છત્રી અપાવે,
જ્યારથી લઈ ગયો તું છત્રી મારી.
